ધરમપુર તાલુકામાં માધ્યમિક કક્ષાએ સંસ્કૃત શિક્ષણની પ્રવર્તમાન પરિસ્થિતિ
Abstract
પ્રસ્તુત સંશોધન ધરમપુર તાલુકામાં માધ્યમિક કક્ષાએ સંસ્કૃત શિક્ષણની પ્રવર્તમાન પરિસ્થિતિ જાણવા માટે હાથ ધરવામાં આવ્યું હતું. સંસ્કૃત ભાષા શિક્ષણની શું પારિસ્થિતિ છે એ જાણવાનો મુખ્ય હેતુ હતો. ધરમપુર તાલુકામાં સંસ્કૃત વિષયનું અધ્યાપન કાર્ય કરાવતા શિક્ષકોની શૈક્ષણિક લયકાત અને અનુભવ, અભ્યાસક્રમમા સંસ્કૃત શિક્ષણનું સ્થાન, સંસ્કૃત વિષયનો અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તક, સંસ્કૃત વિષયની અધ્યાપન પદ્ધતિઓ, શૈક્ષણીક સાધનો અને તેની ઉપલબ્ધિ, સહ અભ્યાસ પ્રવૃતિઓ, સંસ્કૃત વિષય શિક્ષણની સમસ્યાઓ અને તેને નિવારવાના ઉપાયો સંસ્કૃત વિષયનું મૂલ્યાંકન અને તેના પરિણામો વગેરે વિષે અધ્યયન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત સંશોધનનું ક્ષેત્ર ભાષા શિક્ષણ છે. પ્રસ્તુત સંશોધનમાં સર્વેક્ષણ સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, વર્ષ 2018-19 ની સ્થિતિ ને ધ્યાનમાં રાખીને ધરમપુર તાલુકાની 40 માધ્યમિક શાળાઓમથી સંસ્કૃત વિષયનું અધ્યાપન કાર્ય કરાવનાર શિક્ષકો અને યાદ્નચ્છિક પદ્ધતિથી ધોરણ-9 અને ધોરણ -10 ના વિધાર્થીઓ પાસેથી માહિતી પ્રાપ્ત કરવામાં આવી હતી. – માહિતી એકત્રીકરણ માટે શિક્ષકો માટે સ્વરચિત અભિપ્રાયયાવલિ અને વિદ્યાર્થીઓના સંસ્કૃત વિષયના પાયાના જ્ઞાનની ચકાસણી માટે દેવભાષા આરંભ જ્ઞાન કસોટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મળેલ સંખ્યાત્મક માહિતીનું વિષ્લેશણ આવૃત્તિ અને ટકાવારીના રૂપમાં અને ગુણાત્મક માહિતીનું વિષ્લેશણ વિષયવસ્તુ વિષ્લેશણ પદ્ધતિ દ્વારા કરવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષના શાળાઓના ધોરણ -10 ના બોર્ડના પરિણામો ને ધ્યાનમાં લેતા શાળાઓનું સરેરાશ પરિણામ 55.33% જેટલું જણાયું હતું જ્યારે એની તુલનમાં સંસ્કૃત વિષયનું પરિણામ 78 10% જેટલું જણાયું હતું. આમ અન્ય વિષયોની તુલનમાં સંસ્કૃત વિષય શિક્ષણની સ્થિતિ પ્રમાણમા સારી છે.