પર્યાવરણીય સુરક્ષા અને ટકાઉ આર્થિક વિકાસ
Abstract
માનવ અને પર્યાવરણનો નાતો આજકાલનો નહી પરંતુ બહુ જૂનો છે. માનવ જયારે પૂરાતન યુગમા જીવતો અને પ્રાથમિક કક્ષાનુ જીવન જીવતો હતો અને આદિમાનવ કહેવાતો હતો ત્યારે તે કુદરત કે પર્યાવરણના સંપૂર્ણ પ્રભાવ નીચે જીવન ગુજારતો હતો, તે સમયે માનવ માટે કુદરતી પર્યાવરણ પોષક, રક્ષક અને આશ્રય દાતા હતુ. આજે પણ માનવીની મોટા ભાગની આર્થિક પ્રવૃતિઓનુ આધારબિંદુ અને પોષક, રક્ષક, આશ્રય દાતા પર્યાવરણ જ છે.
માનવે આજે પર્યાવરણના અનેક પરિબળો ઉપર અશતઃ પ્રભુત્વ મેળવી પોતાની બુધ્ધિ પ્રતિભાથી પ્રગતી સાધી છે. આજે માનવને ખોરાક, પોષાક, રહેઠાણ ઉપરાંત વિવિધ આર્થિક પ્રવૃતિઓ માટેનુ જરૂરી ભાથુ તેમજ વિવિધ કુદરતી સંપતિની ભેટ પ્રાપ્ત થઈ રહી છે. તે અને ખેતી, પશુપાલન, ઉદ્યોગ, વાહન વ્યવહાર કે બીજી કોઈ પણ આર્થિક પ્રવૃતિના પાયામા પર્યાવરણ રહેલુ છે.
વર્તમાન સદીના પ્રથમ દાયકામાં માનવી સમક્ષ અનેક કુદરતી અને માનવ સર્જિત વૈશ્વિક સમસ્યાઓએ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. માનવી સહિત જીવસૃષ્ટિ પર્યાવરણ પર આધારિત છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા કહી શકાય કે માત્ર માનવી જ પયાવરણનો દુશ્મન છે. પર્યાવરણને પ્રદૂષિત તેમજ અસમતોલ કરવા માટે જવાબદાર એક માત્ર માનવસૃષ્ટિ જ છે. આધુનિકરણ તેમજ વધુને વધુ સફળતા પ્રાપ્ત કરવાની ખોટી ઘેલછાને લીધે આપણે જ પર્યાવરણનો વિનાશ નોતર્યો છે.