ધ્યાન કરતા અને ધ્યાન ન કરતા પોલીસ જવાનોમાં મનોવૈજ્ઞાનિક સુખાકારી અને મૃત્યુ ચિંતાનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ
Abstract
પ્રસ્તુત સંશોધનનો હેતુ ધ્યાન કરતા અને ધ્યાન ન કરતા પોલીસ જવાનોમાં મનોવૈજ્ઞાનિક સુખાકારી અને મૃત્યુ ચિંતાનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરવાનો છે. અહી કુલ 160 પોલીસ જવાનોને પસંદ કરવામાં આવેલ છે. 160 પોલીસ જવાનોમાં 80 ધ્યાન કરતા અને 80 ધ્યાન ન કરતા પોલીસ જવાનોનો પ્રસ્તુત અભ્યાસ માં સમાવેશ કરવામાં આવેલ છે. માહિતીના એકત્રીકરણ માટે સુધા ભોગલે રચિત મનોવૈજ્ઞાનિક સુખાકારી તુલા તથા મૃત્યુ ચિંતાના માપન માટે ઠાકુર મૃત્યુ ચિંતા (1984) ના સ્કેલનો ઉપયોગ કરવામાં આવેલ છે.
અહી ધ્યાન કરતા અને ધ્યાન ન કરતા પોલીસ જવાનોની મનોવૈજ્ઞાનિક સુખાકારીમાં સાર્થક તફાવત જોવા મળે છે. અહી ધ્યાન પરિવત્યની સુખાકારીમાં અસર જોવા મળે છે તથા પોલીસ જવાનોની મૃત્યુચિંતામાં સાર્થક તફાવત જોવા મળે છે. આ ઉપરાંત મનોવૈજ્ઞાનિક સુખાકારી અને મૃત્યુ ચિંતા વચ્ચે ૦.56 જેટલો સાધારણ ઋણ સહસબંધ જોવા મળેલ છે.
Downloads
References
James W. (1950) Principles of Psychology, New York, Dover.
Rogers C. R. (1942) Counselling and Psychology, Boston: Horghton-Mijin.
Buddhisagarji : Yogadeepak and Yoga Meditation.
www.dorton.com
ડૉ. બી. ડી. ઢીલા: સામાન્ય મનોવિજ્ઞાન, સમભાવ પ્રકાશન.