સાતમાં ધોરણના વિદ્યાર્થીઓની સામાજિક વિજ્ઞાન વિષય પ્રત્યેની શૈક્ષણિક સિદ્ધિ
Abstract
પ્રસ્તુત અભ્યાસનો મુખ્ય હેતુ સાતમાં ધોરણના વિદ્યાર્થીઓના સામાજિક વિજ્ઞાન વિષયની શૈક્ષણિક સિદ્ધિ જાણવી અને સાતમાં ધોરણના વિદ્યાર્થીઓની સામાજિક વિજ્ઞાન વિષયની શૈક્ષણિક સિદ્ધિ પર જાતીયતાની અસર તપાસવાનો હતો. પ્રસ્તુત સંશોધનનું ક્ષેત્ર ભાષા શિક્ષણ હતું. પ્રસ્તુત સંશોધન વ્યવહારિક સંશોધન તથા સંખ્યાત્મક પ્રકારનું હતું. પ્રસ્તુત સંશોધનમાં વ્યાપવિશ્વ તરીકે રાજકોટ શહેરમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વ્યાપવિશ્વમાંથી સહેતુક નમૂના પસંદગી દ્વારા ૩૧૧નો નમૂનો પસંદ કરેલ હતો. પ્રસ્તુત સંશોધનમાં વિદ્યાર્થીઓની સામાજિક વિજ્ઞાન વિષયની શૈક્ષણિક સિદ્ધિના માપન માટે શિક્ષક રચિત કસોટીનો ઉપકરણ તરીકે ઉપયોગ કર્યો હતો. પ્રસ્તુત સંશોધન વર્ણનાત્મક પદ્ધતિ અંતર્ગત સર્વેક્ષણ પ્રકારનું હતું. પ્રસ્તુત સંશોધનમાં ઉપકરણ દ્વારા રૂબરૂ મુલાકાત લઈ વિદ્યાર્થીઓ પાસેથી માહિતી એકત્રીત કરવામાં આવી હતી. અભ્યાસના અંતે જોવા મળ્યું કે,સાતમાં ધોરણના કુમારો કરતા કન્યાઓની સામાજિક વિજ્ઞાન વિષયની શૈક્ષણિક સિદ્ધિ ઊંચી જોવા મળી હતી.