તાપી જિલ્લામાં સખીમંડળો સાથે જોડાયેલ મહિલાઓનો અભ્યાસ

તાપી જિલ્લામાં સખીમંડળો સાથે જોડાયેલ મહિલાઓનો અભ્યાસ

Authors

  • Kirankumar B. Chaudhari

Keywords:

તાપી, સખી મંડળ, ઈન્દીરા આવાસ યોજના, સ્વચ્છતા મિશન, ચિરંજીવી યોજના, સરદાર આવાસ યોજના

Abstract

यत्र नार्यस्तु न पुज्यते सर्वास्तगफलाः क्रियाः ा
यत्र नार्यस्तु पुज्यते रमन्ते तत्र देवता ाा 
જ્યાં નારીનું સમ્માન નથી ત્યા બધા જ કાર્યો વિફળ જાય છે,
જ્યાં ગૌરવ જળવાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે.

આપણી સંસ્કૃતિમાં નારી મહિમા અનન્ય રીતે કરાયો છે. આ શ્લોક તેની સાક્ષી પુરે છે. સદીઓથી ભારતીય સંસ્કૃતિ અને સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓનો ફાળો અતિ મહત્વનો રહ્યો છે. આજે સમતોલ વિકાસ સાધવા માટે મહિલા ઉત્થાન અનિવાર્ય બન્યો હોય તેમ જાેઈ શકાય છે. ગુજરાત રાજ્યમાં મહિલાઓ સમ્માનભેર, સ્વાવલંબી પગભર અને ગૌરવપૂર્ણ જીવનની અધિકારી બને તે દિશામાં નક્કર કામગીરી થઈ રહી છે. ૧૯૯૧-૯૨માં નાબાર્ડ સ્વ-સહાય જુથોને મોટા પાયે પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું અને તે એસ.એચ.જી. ચળવળ માટે વાસ્તવિક ટેક-ઓફ પોઈન્ટ હતો. ૧૯૯૩માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ પણ એસ.એચ.જી.એસ.ને બેંકોમાં બચન ખાતા ખોલવાની મજુરી આપી હતી. અભ્યાસક્ષેત્ર તાપી જીલ્લામાં દર ૧૦૦૦ પુરુષે ૧૦૦૭ સ્ત્રીનુ જાતિ પ્રમાણે નોંધાયુ છે, જે સમસ્ત રાજ્યમાં સૌથી વધુ છે. તાપી જીલ્લામાં નેશનલ રૂરલ લવલીહુડ મિશનના આધારે ચાલતા મિશન મંગલમ્‌ સખીમંડળોમાં જાેડાયેલ મહિલાઓનો પરિચય વિકાસ સખીમંડળમાં જાેડવવાના કારણો, સખીમંડળ પર તેઓના વિચારો મહિલાનુ શિક્ષણ આર્થિક વ્યવસાય, ધંધા-રોજગાર અને સખીમંડળો દ્વારા આવેલ આર્થિક સારક્ષતા કે ર્નિધરતા વિષે સંશોધન કરવામાં આવશે. તાપી જીલ્લામાં સખીમંડળની વિગત વિહંગાવલોકન સ્વરૂપે પ્રસ્તુત સંશોધન કરવામાં આવ્યુ છે.

Downloads

Download data is not yet available.

References

કાલરીયા, અશોક, મહિલા અને બાળ કલ્યાણની યોજનાઓ, ગાંધીનગરઃ માહિતી નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગર (૨૦૧૯-૨૦)

દરજી, હિના એન. (૨૦૧૮), ગુજરાતમાં સ્વ-સહાય જુથો અને મહિલા સશક્તિકરણઃ ખેડા જીલ્લામાં સખીમંડળોનો એક અભ્યાસ, રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

દવે, નેહલ આર. (ઓગ. ૨૦૧૨), સ્વ-સહાય જુથોનો તેના સભ્યોના આર્થિક-સામાજિક વિકાસમાં ફાળો (બનાસકાંઠા જીલ્લાના સંદર્ભે), રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

મકવાણા, મનહર (૨૦૧૨), સ્વ-સહાય જુથ દ્વારા મહિલા સશક્તિકરણ (જુનાગઢ જીલ્લાના ચાર તાલુકાના સંદર્ભમાં), અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠ

માછી, ભરત કે, (એપ્રીલ ૨૦૧૬) આદિવાસી મહિલાઓના વિકાસમાં સખીમંડળની ભૂમિકાઃ એક સમાજશાસ્ત્રીય અભ્યાસ (ગુજરાત રાજ્યના ડાંગ જીલ્લાના સંદર્ભમાં, વલ્લભવિદ્યાનગરઃ સરદાર પટેલ યુનિવર્સિટી

રાવલ, અમિત, 'ભારતમાં મહિલા ક્રાંતિના મસિહા તરીકે ડૉ. બાબાસાહેબ આંબેડકર' રિસર્ચગુરૂ ૧૭ (૧)ઃ ૩૯-૪૨

Jag , Mohan Sarala (1996) "4" Handbook of Twenteenth Century Literature of India, West Posrt Connecticut, Greenwood Publishing Group

Patel, Maya J. (2017), A Role of Self Help Groups in Socio Economic Development of Women: A Casestudy of Sabarkantha District, Patan: Hemchandracharya North Gujarat University

Additional Files

Published

10-06-2023

How to Cite

Kirankumar B. Chaudhari. (2023). તાપી જિલ્લામાં સખીમંડળો સાથે જોડાયેલ મહિલાઓનો અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(6). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/859
Loading...