ડૉ. ભીમરાવ આંબેડકરના આર્થિક વિચારો

ડૉ. ભીમરાવ આંબેડકરના આર્થિક વિચારો

Authors

  • Dr. Rajesh Chauhan

Abstract

ડૉ. આંબેડકર એક મૂળભૂત આર્થિક સિદ્ધાંતવાદી અને સમકાલીન સંશોધનોથી સંપૂર્ણ જાણકાર હતા. નાની ઉંમરે ઘણા વિષયો પર તેમણે લેખન કાર્ય કર્યું. તેમના કાર્યને વિશ્વના અર્થશાસ્ત્રીઓ નોંધ લીધી હતી. ડૉ. આંબેડકરે એક તરફ ભારતમાં સામાજિક-રાજકીય માળખુ અને અર્થવ્યવસ્થા વચ્ચેના સંબંધો અને બીજી તરફ ભારતમાં પરિવર્તન લાવવામાં વિકાસ યોજનાઓની ભૂમિકાનો અભ્યાસ કર્યો. તેમણે જાહેર નાણાં, કરવેરા, બ્રિટિશ ભારતના નાણાકીય ધોરણો અને સ્થાનિક વેપાર પર આંતરિક અને બાહ્ય બંને કરની પ્રતિકૂળ અસરોની વ્યાપકપણે તપાસ કરી હતી. તેમણે ભારતીય ચલણ, ધિરાણ પદ્ધતિઓ, વિકાસ વ્યૂહરચના, રાજ્ય સમાજવાદ અને રાષ્ટ્રીયકરણ, વસ્તી અને કુટુંબ નિયોજન, મહિલા વિકાસ, માનવ સંસાધન સહિત  વિવિધ વસ્તી વિષયક પાસાઓ, અર્થતંત્ર વગેરે જેવા વિષયો પર લખ્યું. તેમની દલીલ છે કે, ભારતમાં દલિતો અને પછાત વર્ગોની ગરીબી કુદરતી સંસાધનોના અન્યાયપૂર્ણ અને અસમાન વિતરણને કારણે છે, જેમાંથી દલિતો અને પછાત વર્ગોને વંચિત રાખવામાં આવ્યા છે. સમૃદ્ધ ઉચ્ચ વર્ગ માટે પરિસ્થિતિ અલગ છે. તેમણે વસ્તી વૃદ્ધિને રોકવા માટે રાષ્ટ્રીય કુટુંબ નિયોજન નીતિ અને શિક્ષણની તરફેણમાં દલીલ કરી. ડૉ. આંબેડકરે સરકારની વહીવટી પ્રણાલીઓનો અભ્યાસ કર્યો અને કાગળના મર્યાદિત અને આર્થિક ઉપયોગ પર ભાર મૂક્યો. તેઓ દ્રઢપણે માનતા હતા કે અર્થશાસ્ત્રના સારા સંશોધન સામાજિક નીતિના નિષ્કર્ષ માટે જરૂરી છે. જે તેમના આર્થિક લેખોમાં જોવા મળે છે. આવા મહત્વના વિષય પર સંશોધન જ નથી કર્યું પરંતુ આ મુદ્દાઓને લગતી સમસ્યાઓના તાર્કિક અને વ્યવહારુ ઉકેલો પણ આપ્યા છે.

Downloads

Download data is not yet available.

References

Ambedkar, Savita,(2022) Babasaheb: My Life With Dr Ambedkar, Penguin publication,.

Stroud, R. Scott,(2023) The Evolution of Pragmatism in India : An Intellectual Biography of B.R. Ambedkar, HarperCollins publication,.

Rathod, Aakash SInh,(2023) Becoming Babasaheb: The Life and Times of Bhimrao Ramji Ambedkar (Volume 1): Birth to Mahad (1891-

, HarperCollins publication,.

Gopal, Ashok,(2023) A Part Apart: The Life and Thought of B.R. Ambedkar, Navayana publication,.

Ambedkar, B. R., (2020), Ambedkar's India: A Collection of 3 Works by B.R. Ambedkar on Castes & Constitution, Srishti Publishers & Distributors.,

ભટ્ટનાગર, રાજેન્દ્રમોહન,(૨૦૧૧) ‘ ડૉ. આંબેડકર જીવન-મર્મ” જગતરામ એન્ડ સંસ , ગાંધીનગર.

નવલ, ચન્દનલાલ,(૨૦૧૩) ‘ગરીબોના મસીહા ડૉ. ભીમરાવ આંબેડકર’, મિનરેવા પ્રકાશન, જોધપુર.

પ્રસાદ, અર્જુન,(૨૦૧0), “યુગ નિર્માતા ડૉ. આંબેડકર”, કૌમુદી પ્રકાશન, હિન્દી આવૃત્તિ, હિન્દી બુક સેન્ટર.હિન્દી.

Sinh, Dr.Sudha,(2019) Daliton Ke Masiha Dr. Ambedkar, Publisher-Pushpanjali Prakashan.

ગોહેલ, નટવર, (૨૦૧0), ‘મહામાનવ ડૉ. આંબેડકર’, રન્નાદે પ્રકાશન, અમદાવાદ.

હર્ષ, હરદાન, (૨૦૧૧), ‘ડૉ. ભીમરાવ આંબેડકર જીવન અને દર્શન,’ પંચશીલ પ્રકાશન, જયપુર.

Additional Files

Published

10-04-2024

How to Cite

Dr. Rajesh Chauhan. (2024). ડૉ. ભીમરાવ આંબેડકરના આર્થિક વિચારો. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(5). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/1894
Loading...