ગુજરાતી સાહિત્યનાં રસદર્શક તરીકે નિલેશભાઇ પંડ્યાનું પ્રદાન

ગુજરાતી સાહિત્યનાં રસદર્શક તરીકે નિલેશભાઇ પંડ્યાનું પ્રદાન

Authors

  • Joshi Radhika Hareshbhai

Abstract

નિલેશભાઇ છેલ્લાં ચાર દાયકાથી લોકસંગીતનું ગાયન કરે છે. સામાન્યરીતે લોકસંગીતનાં ગાયક માત્ર ગાય શકે પણ લોકસાહિત્યનું સંશોધન, રસદર્શન, અભ્યાસલેખોનું લેખન કરતાં હોય તેવું ભાગ્યે જ બને છે. સામાપક્ષે લોકસાહિત્યનાં સંશોધક લેખક પોતે લોકગીતોનાં ગાયક હોય તેવું જવલ્લે જ બને છે પણ કુદરતે તેમણે જાણે બંને કામ સોંપ્યા છે ! નિલેશભાઇ લોકગીતની પ્રસ્તુતિ અને સંશોધન-લેખન ક્ષેત્રે પણ પ્રવૃત છે.

નિલેશભાઇનો નમ્ર પ્રયાસ એવો છે કે, આપણું યુવાધન સંસ્કારપૂર્ણ અને સાત્વિક લોકસંગીતથી અવગત થાય એ માટે તેઓ છેલ્લાં પચ્ચિસેક વર્ષથી ગુજરાતભરની કોલેજો અને યુનિવર્સીટીઓમાં ગુજરાતી લોકગીતો, ભજનો, દુહા-છંદ, લગ્નગીતો, ધોળ વગેરેની પ્રસ્તુતિ કરી યુવા ભાઈ-બહેનોને તેમાં રસ લેતાં કરવાનાં પ્રયાસો કરી રહ્યાં છે. તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ, હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી પાટણ, આણંદ કૃષિ યુનિવર્સીટી, વીર નર્મદ યુનિવર્સીટી સુરત, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ, સરદાર પટેલ યુનિવર્સીટી, વલ્લભ વિદ્યાનગર, નિરમા યુનિવર્સીટી અમદાવાદ ઉપરાંત ગુજરાતની 250 થી પણ વધુ કોલેજોનાં ચારેક લાખ વિદ્યાર્થીઓ સન્મુખ લોકસંગીત પીરસ્યું છે.

Downloads

Download data is not yet available.

Additional Files

Published

30-10-2023

How to Cite

Joshi Radhika Hareshbhai. (2023). ગુજરાતી સાહિત્યનાં રસદર્શક તરીકે નિલેશભાઇ પંડ્યાનું પ્રદાન. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si1). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/1475
Loading...