નાઇજરમાં લશ્કરી બળવો

નાઇજરમાં લશ્કરી બળવો

Authors

  • Dr.Vijaykummar Ishwarbhai Prajapati

Abstract

પશ્ચિમ આફ્રિકમાં સહરાના રણપ્રદેશની દક્ષિણ કિનારી પર આવેલો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ તે 12° 05´ ઉ.અ.થી 23° 30´ ઉ.અ. અને 0° 05´ પૂ.ર.થી 15° 20´ પૂ.રે. વચ્ચે આવેલો છે. તે બધી બાજુએ ભૂમિ ભાગથી ઘેરાયેલો છે.સમુદ્રકિનારો તેનાથી ઉત્તરમાં આશરે 1,000 કિમી. અને દક્ષિણે 800 કિમી. અંતરે આવેલો છે. આ દેશનો કુલ વિસ્તાર 12,67,000 ચો.કિમી. જેટલો છે. તેની વાયવ્યમાં અલ્જિરિયા, ઈશાનમાં લિબિયા, પૂર્વમાં ચાડ, દક્ષિણમાં નાઇજિરિયા, નૈર્ઋત્યમાં બેનિન તથા બુર્કીના ફાસો અને પશ્ચિમમાં માલી દેશો આવેલા છે. સળંગ 60 વર્ષ સુધી ફ્રેન્ચ આધિપત્ય હેઠળ રહેલા આ દેશને ઇ.સ.1960માં સ્વાધીનતા મળી. દેશના છેક નૈર્ઋત્ય ભાગમાં નાઇજર નદીને કાંઠે આવેલું નાઇમેય (Niamey) તેનું મોટામાં મોટું શહેર અને પાટનગર છે, તે ઉપરાંત મરાડી, અગાદીઝ, બિલમા, ઝિન્દર અને તાહુઆ જેવા બીજાં મોટાં શહેરો છે.

નાઇજરનું ભૂપૃષ્ઠ ઉચ્ચપ્રદેશો અને મેદાનોથી બનેલું છે. વાયવ્ય, ઉત્તર અને ઈશાન ભાગોમાં ઊંચાણવાળાં શિખરજૂથો આવેલાં છે. અગાદીઝથી ઈશાનમાં આવેલા ઍરના ઉચ્ચપ્રદેશનું સર્વોચ્ચ શિખર બાગ્ઝેન 2,022 મીટરની ઊંચાઈ ધરાવે છે. ઓછામાં ઓછી ઊંચાઈ નાઇજર નદીના ખીણપ્રદેશમાં 161 મીટરની છે. સહરાનાં રેતાળ અને ખડકાળ મેદાનો પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલાં છે. ત્યાંથી દક્ષિણે આછાં જંગલોવાળો મેદાની પ્રદેશ છે અને દક્ષિણ સરહદને સમાંતર ઉચ્ચપ્રદેશોની હાર ચાલી જાય છે. અહીંની મુખ્ય નદી નાઇજર નૈર્ઋત્ય ભાગમાં 480 કિ.મી. જેટલા અંતરમાં વહે છે.

Downloads

Download data is not yet available.

References

• બક્ષી,પી.એમ.,ભારતનું બંધારણ, યુનિવર્સલ લો પબ્લિશિંગ, નવી દિલ્હી, 2009.

• કેગની ફરજો, સત્તા અને સેવાની શરતો અધિનિયમ, 1971.

• સરકાર સિયુલી, ભારતમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશન, PHI લર્નિંગ, નવી દિલ્હી, 2010.

• ધ ફાઇનાન્સ કમિશન (મિસેલેનિયસ પ્રોવિઝન) એક્ટ,1951.

• ગુજરાતી વિશ્વકોષ

• E. R. Goodenough, The Church in the Roman Empire.

• Edwin.Hatch, Organisation of the Early Christian Church, and Growth of Church Institutions.

• H. B. Workman, The Evolution of the Monastic Ideal. 14.

• J. B. Bury, The Eastern Roman Empire.

• Ewart Lewis, Medieval Political Ideas.

• TheRelevance of Baba Sahab Dr. Bhim Rao Ambedkar-an article in R.B. Rao edited: Bharat Ratna -Dr. Ambedkar,

• Keer Dhananjaya: Dr. Ambedkar-Life and Mission (1981 ed.),

• Ambedkar: Annihilation of Caste,

• Ambedkar: Annihilation of Caste,

• Ambedkar: Annihilation of Caste, W. N. Kuber:

• Dr. R. Jakh: Dr. Bhim Rao Ambedkar ka Rajneetik Darshan, Illustrated Weekly of India,

• Googal, website

• Newspaper

• International.By: NGN Reporter.03 August 2023

Additional Files

Published

30-10-2023

How to Cite

Dr.Vijaykummar Ishwarbhai Prajapati. (2023). નાઇજરમાં લશ્કરી બળવો. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si1). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/1438
Loading...