ગુજરાતના ઈતિહાસ લેખનમાં ડૉ. ભારતીબેન શેલતનું પ્રદાન

ગુજરાતના ઈતિહાસ લેખનમાં ડૉ. ભારતીબેન શેલતનું પ્રદાન

Authors

  • Vinuben Ranjitsinh Zala

Keywords:

ડૉ. ભારતીબેન શેલત, ગુજરાત, ગુજરાતનો ઈતિહાસ, ઇતિહાસલેખન, ઈતિહાસ

Abstract

ગુજરાતમાં ઇતિહાસલેખનનો વિસ્તૃત ઇતિહાસ છે. પરંતુ મોટા ભાગે આધુનિક કાળમાં વધુ ખેડાણ થયેલું છે. મધ્યયુગમાં થઈ ગયેલા સંસ્કૃત તથા પ્રાકૃતના પ્રખર વિદ્વાન જૈન મુનિ હેમચંદ્રાચાર્યે પ્રાકૃત ભાષામાં ‘હ્રયાશ્રય' નામનું મહાકાવ્ય લખ્યું છે. તેમાં મૂળરાજ સોલંકીથી કુમારપાળના રાજ્યઅમલ સુધીની ઘટનાઓ આલેખી છે. 14મા સૈકામાં મેરુતુંગે ‘પ્રબંધ ચિંતામણી’ નામનો મહત્ત્વપૂર્ણ ગ્રંથ લખ્યો. તેમાં વનરાજ ચાવડાથી સોલંકી- વાઘેલા વંશના અંત સમય સુધીના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની માહિતી આપી છે.' મહાકવિ ભટ્ટીનું મહાકાવ્ય ‘ભટ્ટીકાવ્ય’ છે. જેનું વાસ્તવિક નામ ‘રાવણવધ’ છે. આમાં ભગવાન રામચંદ્રના જન્મથી લઈને લંકેશ્વર રાવણના વિનાશ સુધીની કથા વર્ણવવામાં આવી છે. પ્રાચીન ગુજરાતના ઇતિહાસની લેખનપ્રવૃત્તિઓમાં હેમચંદ્રાચાર્ય, મેરુતંગાચાર્ય, બિલ્હણ, શ્રીપાલ, રામચંદ્રસૂરિ, અરિસિંહ, જિનપ્રભસૂરિ, સોમેશ્વર, જિનભદ્ર, વસ્તુપાળ-તેજપાળ અને અન્ય વિદ્વાનોનું યોગદાન બોલે છે. મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસની લેખનપ્રવૃત્તિ અને મધ્યકાલીન ગુજરાતના કેટલાક નમૂનારૂપ ઇતિહાસલેખકોમાં ઇબ્ન ખુર્દાદબ, અલ મસૂદી, અબુ રિહાન અલબેરૂની (અલબેરૂની), અમીર ખુશરો, ઝિયાઉદ્દીન બરની, ઇબ્નબતૂતા, યાહ્યા બિન અહેમદ સરહિન્દી, મુઘલ સમ્રાટ બાબર, સિકંદર ઇબ્ન મુહમ્મદ, શેખ અબુલફઝલ અલામી (અબુલફઝલ) મુઘલ સમ્રાટ જહાંગીર, અલી મુહમદખાન બહાદુર (અહમદઅલી)ના નામ છે.  અર્વાચીન ગુજરાતની ઇતિહાસલેખનપ્રવૃત્તિમાં એલેક્ઝાન્ડર કિન્લોક ફોર્બ્સ, સર જદુનાથ સરકાર, દુર્ગાશંકર શાસ્ત્રી, રત્નમણિરાવ ભીમરાવ જોટે, રસિકલાલ છો. પરીખ, કે.કા. શાસ્ત્રી, દામોદર ધર્માનંદ કોસાંબી, રામશરણ શર્મા (આર.એસ. શર્મા), રોમિલા થાપર, મકરંદ મહેતા, ઈશ્વરલાલ ગિ. ઓઝા વગેરે જેવા ઈતિહાસકારો નોંધપાત્ર છે, આ યાદીમાં નામની નોંધ લેવા તે માટે પ્રસ્તુત ડૉ. ભારતીબેન શેલત પર તૈયાર કરવામાં આવ્યું છે.

Downloads

Download data is not yet available.

References

• દેવું, મોતીભાઈ (2011), ‘ઇતિહાસવિદ્ ડૉ. ભારતી શેલત : એક અધ્યયન', ગૂજરાત વિદ્યાપીઠના 3. ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગમાં ઇતિહાસ વિષયમાં પારંગત (એમ.એ.)ની પદવી માટે રજૂ કરેલો તપાસ નિબંધ, 2010-2011

• ધારૈયા, રમણલાલ કે. (2010). ‘ઇતિહાસનું તત્ત્વજ્ઞાન અને ઇતિહાસ-લેખન અભિગમ', અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ

• પરીખ, રસિકલાલ, શાસ્ત્રી, હરિપ્રસાદ અને શેલત, ભારતી (2004). ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’ ગ્રંથ 1 (ઇતિહાસની પૂર્વભૂમિકા), અમદાવાદ: શેઠ ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન- સંશોધન વિદ્યાભવન.

• મહેતા, મકરન્દ (2018). ‘ડૉ. ભારતી શેલતનો ઇતિહાસ પ્રત્યેનો અભિગમ અને તેમની સંશોધન પદ્ધતિ’, ‘ગુજરાત સંશોધન મંડળનું ત્રૈમાસિક', પુસ્તક 63, જાન્યુઆરી-જૂન 2018, જુલાઈ- ડિસેમ્બર 2018, અંક 1-4: 41

• વાઘેલા, હેતલ (2017). ‘ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિનાં ક્ષેત્રનાં સંશોધનમાં ડૉ. ભારતીબહેન શેલતનું પ્રદાન', ઇતિહાસ વિષયમાં એમ.ફિલ.ની પદવી માટે ગુજરાત યુનિવર્સિટીમાં રજૂ કરવામાં આવેલો લઘુશોધનિબંધ, જુલાઈ 2017: 6-8

• શુક્લ, જયકુમાર (2010). ‘ડૉ. ભારતીબેન શેલત અને તેમનું ઇતિહાસલેખન’, ‘કુમાર’, સળંગ અંક 990, જૂન 2010: 373

• શેલત, કીર્તિ (2018). ‘ભારતીબહેન અને તેમનો પરિવાર’, ‘ગુજરાત સંશોધન મંડળનું ત્રૈમાસિક', પુસ્તક 63, જાન્યુઆરી-જૂન 2018, જુલાઈ-ડિસેમ્બર 2018, અંક 1-4: 67-68

• શેલત, ભારતી (1983). ‘આદિમ જાતિઓની સંસ્કૃતિઓ' (ભારતના સંદર્ભમાં), અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ.

• શેલત, ભારતી (1983). ‘ભાગવત પુરાણની સમીક્ષિત આવૃત્તિ', અમદાવાદ: ભો.જે. વિદ્યાભવન.

• શેલત, ભારતી (1983). ‘ભારતીય સંસ્કારો’, અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ

• શેલત, ભારતી (1985). ‘ભારતનો આદ્ય-ઇતિહાસ' (સાહિત્યિક સ્રોતો પર આધારિત), અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ.

• PARIKH, P. C., & Shelat, B. K. (1987). Lapkaman Copper Plates of Sankaragana (Kalacuri) Sam. 345. Journal of the Oriental Institute, 37(1-2), 163-168.

• Shelat, B. K. (1987). The chronological systems of Gujarat: from early times upto 1304 AD.

• Shelat, B. (2005). Jesar Copper-plates of Maitraka King Dhruvasena II of Valabhi. Studies in Indian Epigraphy. Journal of the Epigraphical Society of India, 32, 104-114.

• Shelat, B. K. (2001). Proceedings of the KR Sant Memorial Seminar on Indian Culture, Philosophy and Art.

Additional Files

Published

30-10-2023

How to Cite

Vinuben Ranjitsinh Zala. (2023). ગુજરાતના ઈતિહાસ લેખનમાં ડૉ. ભારતીબેન શેલતનું પ્રદાન. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si1). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/1422
Loading...