પ્રાથમિક શાળાના શિક્ષકોની સાંવેગિક બુદ્ધિનો કેટલાંક ચલોના સંદર્ભમાં અભ્યાસ

પ્રાથમિક શાળાના શિક્ષકોની સાંવેગિક બુદ્ધિનો કેટલાંક ચલોના સંદર્ભમાં અભ્યાસ

Authors

  • Rajnikant Ganpatbhai Parmar

Abstract

સંવેગને આપણે અંગ્રેજી શબ્દ imotion ના પર્યાય તરીકે વાપરીએ છીએ.  તેનો અર્થ થાય છે શુદ્ધ કરવું કે ઉથલપાથલ  કરવું. લીન્ડસે સંવેગની વ્યાખ્યા આપતા કહે છે કે સંવેગ એ આત્યંતિક ક્રિયાશીલતાની અવસ્થા છે.પ્રવર્તમાન સમયમાં શિક્ષણનું મહત્વ વધવા લાગ્યું છે. 21મી સદીએ જ્ઞાન અને ટેકનોલોજીની સદી ગણાય છે.આજના સમયે અભ્યાસાર્થે આવતા વિદ્યાર્થીઓની કેટલીક જરૂરીયાતો હોય છે. આ વિદ્યાર્થીઓનો વિકાસ થાય તે જરૂરી છે અને તેના માટે શિક્ષકોએ સભાન રહેવું જોઈએ. મનોવૈજ્ઞાનિકો જણાવે છે કે સફળતા નક્કી કરવાના પરિબળોમાં બુદ્ધિઆંકનો હિસ્સો માત્ર 20% છે અને સફળતા માટે અન્ય પરિબળોનો 80% ફાળો છે. આ અન્ય પરિબળો પૈકીનું એક પરિબળ સાંવગિક બુદ્ધિ છે. માનવી દિવસ દરમિયાન સતત કોઈને કોઈ પ્રકારની લાગણી કે સંવેદનો અનુભવતો હોય છે. ચિંતા, ભય, આનંદ, ઉત્સાહ, નિરાશા વગેરે જેવા અનેક સંવેદનો વ્યક્તિ અનુભવતી હોય છે. આ સંવેદનો વ્યક્તિના કાર્ય કે અને તેના અન્ય સાથેના સંબંધ પર અસર કરતા હોય છે.  આમ વ્યક્તિના કોઈ કાર્ય કે અન્ય સાથેના સંબંધમાં સફળતા કે નિષ્ફળતાનો આધાર વ્યક્તિ કયા પ્રકારના સંવેગો અનુભવે છેતેના પર રહેલો છે. આથી વ્યક્તિએ પોતાના સંવેગ ઓળખી આ સંવેગો પોતાની કાર્યક્ષમતા પર કઈ રીતે અસર કરે છે તે તથા નકારાત્મક સંવેગોનું નિયંત્રણ કરી હકારાત્મક સંવેગોને યોગ્ય રીતે પ્રદર્શિત કરવાની આવડત કે ક્ષમતા કેળવવી જોઈએ.વ્યક્તિની આ પ્રકારની આવડત કે ક્ષમતાને પ્રવર્તમાન સમયમાં મનોવૈજ્ઞાનિકોસાંવેગિક બુદ્ધિ નામ આપે છે. પ્રવર્તમાન સમયમાં સામાજિક બુદ્ધિને વ્યક્તિની સફળતા માટે ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે. શિક્ષણના સંદર્ભમાં વિચારીએ તો શિક્ષક ઘરેથી શાળાએ જાય ત્યારે તેકુટુંબ સાથે સંકળાયેલી લાગણીઓ લઈને જ શાળાએ જાય છે. આ લાગણીઓ સાથે તેના શિક્ષણના  કાર્ય પર ઓછા વત્તા પ્રમાણમાં અસર કરે છે.  એ જ રીતે શાળાકીય પરિબળ કે પરિસ્થિતિ સાથે સંકળાયેલ લાગણીપર ઓછા વત્તા પ્રમાણમાં અસર કરે છે. આ જ બાબત શિક્ષણના વ્યવસાયના સંદર્ભમાં એટલી જ સાચી છે શિક્ષક તેની આ લાગણી અને સંવેગો તેના શૈક્ષણિક વ્યવસાય પર કેવી અસર કરે છે તે જાણવા સંશોધકે પ્રયત્ન કર્યો છે.

Downloads

Download data is not yet available.

References

 Goleman Danil (1998) Working with Emotional Intelligence. New York: BantamBook.

 Matthews, G., M. Zeidner& R. Roberts. (2002). Emotional intelligence: Science and myth. London: The MIT Press

 ઉચાટ, ડી. એ. (2009). શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર. રાજકોટઃ સાહિત્ય મુદ્રણાલય

 ઉચાટ, ડી. એ. શિક્ષણ અને સામાજીક વિજ્ઞાનોમાં સંશોધનનું પધ્ધતિશાસ્ત્ર (દ્રિતીય આવૃત્તિ). રાજકોટ: પારસ પ્રકાશન

 દેસાઇ, કે. જી. અને આર. પી. શાહ અને અન્ય (1992). શૈક્ષણિક પરિભાષા અને વિભાવના. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ

 દોંગા,એન. એસ. (1995). અધ્યાપન મનોવિજ્ઞાન રાજકોટ:નિજિજન સાયકો સેન્ટર

 પટેલ, આર. એસ. (2012). સંશોધનની પાયાની સંકલ્પનાઓ (દ્રિતીયઆવૃત્તિ) અમદાવાદ: જય પબ્લિકેશન

 પારેખ, બી. યુ. (1994). શિક્ષણમાં આંકડાશાસ્ત્ર. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ

Additional Files

Published

30-10-2023

How to Cite

Rajnikant Ganpatbhai Parmar. (2023). પ્રાથમિક શાળાના શિક્ષકોની સાંવેગિક બુદ્ધિનો કેટલાંક ચલોના સંદર્ભમાં અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si1). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/1414
Loading...